સુરેન્દ્રનગર : "એક્વા યોગ" થકી ધ્રાંગધ્રાના તરવૈયાઓએ કરી વિશ્વ યોગ દિવસની અનોખી રીતે કરી ઉજવણી…

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આજરોજ તા. 21મી જૂન વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2022-06-21 08:33 GMT

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આજરોજ તા. 21મી જૂન વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના સ્વિમરો (તરવૈયાઓ) દ્વારા સ્વિમિંગ પુલમાં યોગ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આજે તા. 21 જૂન એટલે, વિશ્વ યોગ દિવસ, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં યોગ શિબિરો યોજાય હતી. યોગ એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અણમોલ વિરાસત છે. તેવામાં આખા વિશ્વમાં 21 મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સહિતના અનેક સ્થળો પર યોગ કરવામાં આવ્યા હતાં. સ્વીમિંગ પુલના સભ્યો દ્વારા યોગ તજજ્ઞોની ઉપસ્થિતિમાં એક્વા યોગ કરવામાં આવ્યા હતા. આજના દિવસે લોકો અલગ અલગ પ્રકારે યોગ કરતાં હોય છે, ત્યારે ધ્રાંગધ્રા શહેરના સ્વિમિંગ પુલના પાણીમાં વિવિધ યોગાસાન કરી તરવૈયાઓએ અલાયદું વાતાવરણ ઊભું કર્યું હતું. એક્વા યોગ કરી રહેલા સ્વિમિંગ પુલના સભ્યોએ પણ આ અનેરા પ્રયોગને આવકાર આપ્યો હતો. સમાજમાં યોગ માટેની જાગૃતિ લાવવા પોતાના યોગ કરતા ફોટા પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં. એટલું જ નહીં, આ વર્ષે યુવાનોમાં પણ યોગ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News