સુરેન્દ્રનગર : નોલી ગામેથી દેશી તમંચા સાથે SOG પોલીસે કરી એક શખ્સની ધરપકડ...

સાયલા તાલુકાના નોલી ગામેથી દેશી તમંચા સાથે SOG પોલીસે એક શખ્સની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2022-02-12 11:58 GMT

સુરેન્દ્રનગર જિલ્લા સાયલા તાલુકાના નોલી ગામેથી દેશી તમંચા સાથે SOG પોલીસે એક શખ્સની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર SOG પોલીસે બાતમીના આધારે સાયલા તાલુકાના નોલી ગામેથી દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. SOG પોલીસને બાતમી મળી હતી કે, નોલી ગામના પ્રતાપ પટગીર નામના શખ્સે પોતાના પાસે ગેરકાયદેસર રીતે દેશી તમંચો રાખતો છે, ત્યારે SOG પોલીસે આર્મ્સ એક્ટની કલમ હેઠળ પ્રતાપ પટગીર વિરુદ્ધ ગુન્હો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત તે આ હથિયાર ક્યાંથી લાવ્યો અને કોઇ ગુનાહિત પ્રવૃત્તિમાં આ દેશી તમંચાનો ઉપયોગ કર્યો છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News