તાપી : સુમુલ ડેરીની નીતિના વિરોધમાં પશુપાલકોનું આંદોલન, ડેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી...

તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આજે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો સુમુલ ડેરીની નીતિના વિરોધમાં ભેગા થઈ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Update: 2022-10-22 10:31 GMT

તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આજે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો સુમુલ ડેરીની નીતિના વિરોધમાં ભેગા થઈ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

મહત્તમ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા એવા તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે પશુપાલકો સુમુલ ડેરીની નીતિના વિરોધમાં ભેગા થયા હતા. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, આગામી દિવસોમાં સુમૂલ ડેરીમાં દૂધ આપવાનું બંધ કરી ડેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમ્યાન સુરત અને તાપી જિલ્લાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News