તાપી: સગા ભત્રીજાએ વૃદ્ધ કાકાની કરી હત્યા,જમીન વિવાદ બન્યો લોહિયાળ

Update: 2022-02-22 09:57 GMT

તાપી જિલ્લાના ડોલવણ ગામે એકલા રહેતા વૃદ્ધની તેમના સગા ભત્રીજાએ જમીન વિવાદમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી જિલ્લાના ડોલવણ ગામે એકલવાયું જીવન જીવતા શંકર ચૌધરી નામના વૃદ્ધની તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં હત્યારને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે જેમાં આરોપી ગિરીશ ચૌધરી નામના ભત્રીજાએ સગા વૃદ્ધ કાકાની હત્યા જમીન બાબતે કરી હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે આરોપીને ઝડપી લઈ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News