યુકેના વડાપ્રધાન બોરીસ જોનસન ગુજરાત મુલાકાતે, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ અમદાવાદ એરપોર્ટ ખાતે કર્યું સ્વાગત

ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉષ્મા સભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Update: 2022-04-21 03:35 GMT

ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉષ્મા સભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

બોરીસ જૉનસનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.


Delete Edit

આ ઉષ્માપૂર્ણ સ્વાગત અવસરે પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર , મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News