વડોદરા : મહીસાગર નદી ઉપર લોખંડનો બ્રિજ તૂટી પડતા બે મજૂર દટાયા

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરાના દક્ષિણ વિસ્તારને પૂરતા પ્રેશરથી અને લોકોની માંગ પ્રમાણે પાણી પુરવઠો મળી રહે તે માટે વડોદરા નજીક મહીસાગર નદી ઉપર ચોકારી ગામ ખાતે સિંધરોટ પાણી પુરવઠા નામથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો

Update: 2022-03-25 17:09 GMT

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરાના દક્ષિણ વિસ્તારને પૂરતા પ્રેશરથી અને લોકોની માંગ પ્રમાણે પાણી પુરવઠો મળી રહે તે માટે વડોદરા નજીક મહીસાગર નદી ઉપર ચોકારી ગામ ખાતે સિંધરોટ પાણી પુરવઠા નામથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. રૂપિયા 170 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટમાં ઇન્ટેક્સવેલમાંથી પાણી ખેંચવા માટે બનાવવામાં આવી રહેલો લોખંડનો બ્રિજ તૂટી પડતા બે મજૂર દટાઇ ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા બંને મજૂરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.

મળેલી માહિતી પ્રમાણે પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છ. જેમાં ખાસ કરીને વડોદરાના દક્ષિણ વિસ્તાર એટલે કે માંજલપુર સહિતના વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા મહી નદી ઉપરના ચોકારી ગામ ખાતે સિધરોટ પાણી પુરવઠા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મહિ નદીમાં ઇન્ટેક વેલ બનાવીને પાઇપલાઇન દ્વારા પાણી લાવવાનો રૂપિયા 170 કરોડનો પ્રોજેકટ શરૂ કરાયો હતો. અને આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી એપ્રિલથી દક્ષિણ વિસ્તારને પાણી મળવાનુ શરૂ થશે. તેવી જાહેરાત પણ મેયર દ્વારા કરવામાં આવી હતી. રૂપિયા 170 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટમાં ઇન્ટેક્સવેલમાંથી પાણી ખેંચવા માટે બનાવવામાં આવી રહેલો લોખંડનો બ્રિજ તૂટી પડતા બે મજૂર દટાઇ ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા બંને મજૂરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.

વડોદરા નજીક મહિ નદી ઉપરના ચોકારી ખાતેના સિધરોટ પાણી પ્રોજેક્ટના સ્થળે બનેલી આ ઘટનાની જાણ કોર્પોરેશનના પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણાને થતા તેઓ સ્ટાફ સાથે દોડી ગયા હતા. તે સાથે કોંગ્રેસના કાઉન્સિલર અને વિપક્ષી નેતા અમીબેન રાવત, જહા દેસાઈ તેમજ ભાજપાના કાઉન્સિલર મનીષ પગાર સ્થળ પર દોડી ગયા હતા અને બનાવ અંગેની માહિતી મેળવી હતી. તેમજ આ ઘટના કેવી રીતે ઘટી તે અંગે પણ પ્રાથમિક વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

Tags:    

Similar News