વલસાડ: મહિલા સાથે મિત્રતા બાદ યુવાને વીડિયો કોલ કરી ન્યૂડ વીડિયો બનાવ્યો, વાઈરલ કરવાની ધમકી આપી

વલસાડની એક મહિલાને સોશિયલ મીડિયા મારફત જૂનાગઢના યુવક સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે.

Update: 2021-11-26 07:20 GMT

વલસાડની એક મહિલાને સોશિયલ મીડિયા મારફત જૂનાગઢના યુવક સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. મહિલા સાથે મિત્રતા કર્યા બાદ યુવકે વીડિયો કોલ કરી મહિલાનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો. મહિલા તાબે ના થાય તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતા જૂનાગઢના યુવકની પોલીસે ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લાની એક પરિણીતાના સોશિયલ મીડિયા ઉપર જૂનાગઢના યુવકે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી. મહિલાએ સોશિયલ મીડિયા ઉપર આવેલી રિકવેસ્ટ સ્વીકારી લીધી હતી. યુવકે મહિલા સાથે ટૂંક સમયમાં જ ગાઢ મિત્રતા કેળવી હતી. જે બાદ યુવકે મહિલાને વિશ્વાસમાં લઈને વીડિયો કોલ કરી તે કોલ સ્ક્રીન રેકોડ કરી મહિલાનો ન્યૂડ વીડિયો તૈયાર કર્યો હતો. યુવકે મહિલાનો ન્યૂડ વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને મહિલાને યુવકના તાબે થવા ધમકી આપી હતી. સજાગ મહિલાએ તાત્કાલિક વલસાડ સાઇબર ક્રાઈમ ટીમનો સંપર્ક કરીને યુવક વિરુદ્ધ FIR નોંધાવી હતી. જે કેસમાં વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે જુનાગઢના યુવાન રમેશ ઓડેદરાની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક સોશિયલ મીડિયામાં સુંદર દેખાતી મહિલાઓની સાથે દોસ્તી કરવા ટેવાયો હતો.યુવક રમેશ જુનગઢ ખાતે આવેલી એક હોટલમાં લાઈવ ઢોકળા બનાવવાની દુકાનમાં છૂટક મજૂરી કરતો હતો. સાઇબર ક્રાઇમની ટીમે રમેશનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા 25થી 30 સુંદર મહિલાઓ સાથે તેની ચેટ સામે આવી છે.

Tags:    

Similar News