વલસાડ: રેલ્વેની સબ ડિવિઝન ઓફીસ મુંબઈ ખસેડવાના વિરોધમાં કર્મચારીઓનું પ્રદર્શન, રેલરોકો આંદોલનની ચીમકી

વલસાડ રેલવેની સબ ડિવિઝન ઓફીસ મુંબઈ ખસેડવાના વિરોધમાં આજરોજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયસ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

Update: 2022-09-30 11:23 GMT

વલસાડ રેલવેની સબ ડિવિઝન ઓફીસ મુંબઈ ખસેડવાના વિરોધમાં આજરોજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયસ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વલસાડ ખાતે આવેલ બ્રિટિશ શાસનકાળ સમ ની રેલવે કંટ્રોલ સબ ડિવિઝન ઓફીસને મુંબઈ ખસેડવાના ડી.આર.એમના નિર્ણય ને લઈને વલસાડ સબ ડિવિઝનના કર્મચારીઓ દ્વારા આજરોજ વેસ્ટર્ન રેલવેસ એમ્પ્લોય યુનિયનના નેજા હેઠળ સૂત્રોચ્ચાર કરી અને સભા કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.કોરોનાકાળ દરમિયાન આ ઓફીસ દ્વારા મુંબઈ ડિવિઝનનું પણ સંચાલન કર્યું હતું અને બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હોવા છતાં મુંબઈ સબડિવિઝન અને કંટ્રોલ ઓફીસ ખસેડવાને લઈને કર્મચારીઓમાં રોષ છે.

માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં તમામ કર્મચારીઓને પણ મુંબઈ જવા માટે ફરમાન કરવામાં આવતા કર્મચારીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.સાથે સાથે મુંબઈમાં રેહવાની અને અન્ય સુવિધાને લઈને પણ કર્મચારીઓમાં અસમંજસ છે જેને લઈને વલસાડ ખાતે જ આ ઓફીસ કાર્યરત રહે તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે.આગામી દિવસોમાં માંગ ન સંતોષાય તો રેલ રોકો આંદોલન પણ કરવાની યુનિયન દ્વારા ચીમકી આપવામાં આવી છે.

Tags:    

Similar News