શિયાળામાં રોજિંદી ચાને કહો ટાટા બાય-બાય, આ લીલી ચાનું સેવન કરશે સ્વાસ્થ્યને અનેક ફાયદા...

આજ કાલ બજારમાં દરેક પ્રકારની ચા મળવા લાગી છે. શિયાળામાં ઠંડીથી બચવા અને શરીરમાં ગરમારો લાવવા માટે લોકો ચા પીવાનું પસંદ કરે છે.

Update: 2023-12-09 10:48 GMT

આજ કાલ બજારમાં દરેક પ્રકારની ચા મળવા લાગી છે. શિયાળામાં ઠંડીથી બચવા અને શરીરમાં ગરમારો લાવવા માટે લોકો ચા પીવાનું પસંદ કરે છે. પરંતુ ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે વિવિધ જડીબુટ્ટીથી બનેલી ચા નું સેવન કરશો તો સ્વાસ્થ્યને ફાયદો થશે. શિયલની સીઝનમાં લીલી અનુ સેવન કરવું જોઈએ.

જાણો શું છે લીલી ચા?

આ એક પ્રકારનો છોડ હોય છે જેનું નામ છે લેમનગ્રાસ. જેના લીલા પાંદળા હોય છે. તે અનેક સમસ્યાઓમાં લાભદાયી માનવામાં આવે છે. તે પાનને પાણીમાં ઉકાળીને તેની ચા બનાવવામાં આવે છે. તેનો જ્યુસ પણ બનાવીને પી શકાય છે. તો જાણો આ ચાના સેવનથી થતાં ફાયદાઓ વિષે.....

પાચનને સારું કરી દેશે આ લીલી ચા

લીલી ચાનું સેવન પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ અપચો અને સોજા જેવી સમસ્યા માટે કરવામાં આવે છે. પેટની સમસ્યામાં રાહત આપવાની સાથે ગેસ્ટ્રીક અલ્સરને પણ રોકે છે. તેમાં એંટીન્ફ્લેમેટરી અને એંટીઓક્સિડેંટ્સના ગુણો આવેલા છે. જે પાચનના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

લીલી ચા તમારી ચયાપચયની પ્રક્રિયાને સારી બનાવવામાં મદદ કરે છે. અને આ રીતે તમે વેટકંટ્રોલ કરી શકો છો. આ ચા બ્લડ પ્રેસરને પણ કંટ્રોલ કરે છે.

સ્કીન માટે લાભદાયી

લેમન ગ્રાસમાં વિટામિન એ અને વિટામિન સી આવેલા હોય છે. જે સ્વાસ્થ્ય અને ચમકદાર સ્કિનમાં મદદ કરે છે. આ સિવાય લીલી ચા સ્ત્રીઓને પિરિયડસના દિવસોમાં થતાં પેટના દુખાવામાં પણ રાહત આપે છે. 

Tags:    

Similar News