15મી ઓગષ્ટ : સ્વાતંત્ર્ય દિવસ લઈને કેન્દ્ર સરકારે જાહેર કર્યા ખાસ દિશાનિર્દેશ, વાંચો વધુ...

સ્વાતંત્ર્ય દિવસના જશ્ન અને સમારંભને લઈને કેન્દ્ર સરકારે મોટી એડવાઈઝરી જાહેર કરી છે.

Update: 2022-08-12 12:22 GMT

દેશ આઝાદીના 75 વર્ષ પુરા થવા પર ધૂમધામથી જશ્ન મનાવી રહ્યો છે. આ બધાની વચ્ચે 15 ઓગષ્ટના રાષ્ટ્રીય પર્વ એટલે કે, સ્વાતંત્ર્ય દિવસના જશ્ન અને સમારંભને લઈને કેન્દ્ર સરકારે મોટી એડવાઈઝરી જાહેર કરી છે. હકીકતમાં દેશમાં રોજ કોરોનાના સરેરાશ 15 હજારથી વધારે કેસો સામે આવી રહ્યા છે. આ તમામની વચ્ચે કેન્દ્રએ રાજ્યોને એ નક્કી કરવા કહ્યું છે કે, સ્વાતંત્ર્ય દિવસ સમારંભ માટે કોઈ મોટી સભા ન થવી જોઈએ, અને તમામ લોકો કોવિડ ગાઈડલાઈનનું એટલે કે, દિશાનિર્દેશોનું પાલન કરે...

કેન્દ્રીય ગૃહમંત્રાલય વિભાગ તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના દરેક જિલ્લા પ્રમુખ સ્થળ પર સ્વચ્છ ભારત અભિયાન ચલાવવા સ્વૈચ્છિક નાગરિક ભાગીદારીના માધ્યમથી તેને સ્વચ્છ બનાવી રાખવા માટે એક પખવાડીયું અને એક મહિના સુધી ચાલુ રાખવા કહ્યું છે. મંત્રાલયે એક એડવાઈઝરીમાં કહ્યું કે, સાવધાની તરીકે કોવિડ 19 વિરુદ્ધ સમારંભમાં મોટી સભાથી દૂર રહેવું.

આ જરૂરી છે કે, કોવિડ-19ના દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપેલા આંકડા અનુસાર, દેશમાં કોવિડ-19ના 16,561 નવા કેસ સામે આવવાથી સંક્રમિતોની સંખ્યા વધીને 4,42,23,557 થઈ ગઈ છે, જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો, હાલમાં દેશમાં 1 લાખ 23 હજારથી વધારે એક્ટિવ કોરોના દર્દી છે. દેશની રાજધાની દિલ્હીમાં પોલીસે સ્વતંત્રતા દિવસ સમારંભને ધ્યાને રાખી શહેરમાં વાહનોની અવરજવર સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે.

Tags:    

Similar News