ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, મમતા બેનર્જી અને ભૂપેશ બઘેલ હાજર ન રહ્યા

મીટિંગમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની ગેરહાજરી

Update: 2021-09-26 09:04 GMT

નકસલવાદના મુદ્દે બોલાવાયેલી હાઈ લેવલની મીટિંગમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. મીટિંગમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારે 1200 કરોડના તાકીદના ફંડની માગ કરી હતી. અમિત શાહની ઉપરાંત ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ, આદિવાસી મંત્રી અર્જુન મુંડા તથા રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવ હાજર રહ્યાં હતા. તે ઉપરાંત ગૃહ સચિવ, ડિરેક્ટર ઈન્ટેલિજન્સ બ્યૂરો, પેરામિલિટરી ફોર્સસના તમામ ડીજી પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. નકસલવાદથી સૌથી વધારે પ્રભાવિત પશ્ચિમ બંગાળ, છત્તીસગઢના મુખ્યમંત્રીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. મહારાષ્ટ્રના સીએમ ઠાકરેએ સરકાર પાસે 1200 કરોડની માગ કરી હતી. 

Tags:    

Similar News