J & K :શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 3 આતંકવાદી ઠાર

જમ્મુ-કશ્મીરના નૌગામમાં બુધવારનાં રોજ પોલીસ અને સુરક્ષાદળોની આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં છે.

Update: 2022-03-16 06:06 GMT

જમ્મુ-કશ્મીરના નૌગામમાં બુધવારનાં રોજ પોલીસ અને સુરક્ષાદળોની આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં છે. આ વાતની પુષ્ટિ IG કશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, 'આ આતંકી સરપંચ સમીર ડારની હત્યામાં પણ સામેલ હતાં. IGનું કહેવું છે કે, આતંકીઓ દ્વારા ફાયરિંગ શરૂ કર્યા બાદ પણ તેઓને આત્મસમર્પણ કરવાનો અનેક વખત મોકો આપવામાં આવ્યો પરંતુ તેઓ હથિયાર હેઠા મૂકવા તૈયાર જ ન હોતાં. તેઓ સતત ગોળીબાર કરતા જ રહ્યાં. આથી વળતા જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં હતા.

આ આતંકવાદીઓ શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલા નૌગામના એક મકાનમાં છુપાયેલા હતાં. ચાલુ અથડામણના કારણે, રેલ્વે મેનેજમેન્ટે સાવચેતીના ભાગરૂપે બનિહાલ-બારામુલ્લા વચ્ચે ચાલતી ટ્રેન સેવાને હાલ પુરતી સ્થગિત કરી દેવાઇ હતી. આ રેલ્વે ટ્રેક એન્કાઉન્ટર સ્થળની ખૂબ જ નજીક આવેલો છે. આવી સ્થિતિમાં તે મુસાફરો માટે જોખમનું કારણ બની શકત. સુરક્ષા દળોને ત્રણ આતંકીઓની હાજરીની માહિતી મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયેલું. પરંતુ સુરક્ષાદળોને જોતાની સાથે જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.છેલ્લાં ચાર દિવસમાં કાશ્મીર ઘાટીમાં આ ચોથી અથડામણ છે.

મંગળવારે લશ્કર-એ-તૈયબાના આતંકી ઓવૈસ રાજાને અવંતીપોરાના ચારસુ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ ઠાર કરી દીધો હતો. આ પહેલાં 13 માર્ચે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતાં. જેમાં રજવાર હંદવાડામાં લશ્કર-એ-તૈયબાના આતંકી સુહેલ ગનઈ, ગાંદરબલ અથડામણમાં લશ્કરના આતંકી આદિલ ખાનનો સમાવેશ થાય છે જ્યારે પુલવામા એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકી કમાલભાઈ અને તેના સાથી આકિબ ભટ માર્યા ગયા હતાં.

Tags:    

Similar News