કર્ણાટકમાં પથ્થરમારો: હૂબલીમાં એક ટોળાએ પોલીસ સ્ટેશન પર કર્યો કર્યો હુમલો, ચાર પોલીસકર્મીઓ ઘાયલ

કર્ણાટકના હુબલીમાં પોલીસ સ્ટેશનમાં પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે. અરાજક તત્વોએ અહીંના જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.

Update: 2022-04-17 06:29 GMT

કર્ણાટકના હુબલીમાં પોલીસ સ્ટેશનમાં પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે. અરાજક તત્વોએ અહીંના જૂના હુબલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસ કમિશનર લાભુરામે કહ્યું કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

તેમણે કહ્યું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. તમામ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યાં કેસ નોંધવામાં આવ્યો છે. ગતરાત્રે અચાનક મોટી ભીડ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને પથ્થરમારો શરૂ કરી દીધો. આ પછી પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો, જે બાદ ભીડ હિંસક બની ગઈ. આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ભીડને કાબૂમાં લીધી હતી. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. આમાં ભીડ વાંધાજનક વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરી રહી છે.

આ સિવાય હોસ્પિટલ અને હનુમાન મંદિર પર પથ્થરમારો થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. કર્ણાટક બાદ આંધ્રપ્રદેશમાંથી પણ પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે. અહીં કુર્નૂલ જિલ્લાના અલુરમાં, બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને બાજુથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે જણાવ્યું કે પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News