દિલ્હીમાં નરેશ પટેલની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત પૂર્ણ, જાણો ક્યારે કરી શકે છે મોટું એલાન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં જ રાજકારણમાં જોડાઈ તેવી પૂર્ણ શક્યતાઓ છે

Update: 2022-04-23 06:21 GMT

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં જ રાજકારણમાં જોડાઈ તેવી પૂર્ણ શક્યતાઓ છે. જેની વચ્ચે નરેશ પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે, કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક બાદ દિલ્લીથી આજે રાજકોટ પરત આવવા રવાના થયા છે. આ સાથે મે મહિનાના પ્રથમ સપ્તાહની આસ-પાસ નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે, આ પહેલા પણ નરેશ પટેલ પણ કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ સાથે બેઠક કરી ચુક્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાઈ તેવી પૂર્ણ શક્યતાઓ છે.

મહત્વનું છે કે, ગઈકાલે નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા હતાં અને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રશાંત કિશોર સહિત અન્ય કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. આમ ગમે તે ઘડીએ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત થઇ શકે છે. ઉલ્લેખની છે કે, પ્રશાંત કિશોરનો રસ્તો ક્લિયર થતા હવે નરેશ પટેલ પણ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરી શકશે મહત્વનું છે કે, પાંચ રાજ્યોમાં હાર બાદ હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાની પૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઇ ચૂકી છે. તેમના માટે કોંગ્રેસ દ્વારા અલગથી હોદ્દો પણ બનાવવામાં આવશે. પ્રશાંત કિશોર 29 એપ્રિલે કોંગ્રેસમાં સત્તાવાર રીતે પ્રવેશ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા બાદ મંજૂરી મળી ચૂકી છે. કોંગ્રેસમાં પ્રશાંત કિશોરને મળશે મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.

Tags:    

Similar News