બિહારમાં નિતિશ કુમાર અને તેજસ્વી યાદવની સરકારે જીત્યો વિશ્વાસ મત, સરકારને ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ આપ્યું સમર્થન

ભાજપે કહ્યું કે બહુમતી પુરવાર થઈ ગઈ છે તો પછી મતદાન કેમ? ભાજપે તેના વિરોધમાં વોકઆઉટ કરી દીધું.

Update: 2022-08-24 12:33 GMT

બિહારમાં રાજકીય ખેંચતાણ બાદ બુધવારે વિધાનસભામાં નીતિશ-તેજસ્વી સરકારે બહુમતી પુરવાર કરી. સત્તા પક્ષ વોટિંગની માગ કરી. જેના પર વોટિંગ કરાવવામાં આવ્યું. જેના પર ભાજપે વિરોધ કર્યો. ભાજપે કહ્યું કે બહુમતી પુરવાર થઈ ગઈ છે તો પછી મતદાન કેમ? ભાજપે તેના વિરોધમાં વોકઆઉટ કરી દીધું.

જે બાદ પણ વોટિંગની પ્રક્રિયા શરૂ થઈ. સરકારને ઓવૈસીની પાર્ટી AIMIMએ સમર્થન આપ્યું. પક્ષમાં 160 ધારાસભ્યોએ મત આપ્યા.આ પહેલાં પણ ભાજપે CMના ભાષણ દરમિયાન જ વોકઆઉટ કર્યું હતું. ગૃહની અધ્યક્ષતા ડેપ્યુટી સ્પીકર મહેશ્વર હઝારીએ કરી. ફ્લોર ટેસ્ટ પર ચર્ચા દરમિયાન ભાજપના મુખ્યમંત્રી પર કટાક્ષ કર્યો. પૂર્વ ડેપ્યુટી CM તારકિશોર પ્રસાદે કહ્યું- એવો કોયી સગા નથી, જેને નીતિશે ઠગ્યા નથી.CM નીતિશ કુમારે વિધાનસભામાં ભાજપના આરોપનો જવાબ આપ્યો.

તેમને કહ્યું કે મારી સાથે 7 પક્ષ છે.8માંએ પણ સમર્થન કરી દીધું છે. માત્ર તમે જ વિપક્ષમાં છો CMએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા. ભાજપના નેતાઓને કહ્યું કે જેટલું બોલશો, તેટલી જ કેન્દ્રવાળા જગ્યા આપશે. આ અંગે ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરીને વોકઆઉટ કર્યું. જેના પર નીતિશે કહ્યું કે આ તો ભાગી ગયા.નીતિશ કુમારે કહ્યું કે દિલ્હીથી પ્રચાર થઈ રહ્યો છે. કોઈ કામ નથી થતું. અમે લોકો મળીને કામ કરીશું. તેમને ભાજપને પૂછ્યું કે આઝાદીમાં શું યોગદાન છે. એક-એક ગામ અને એક-એક ઘરમાં અમે અમારી વાત રાખીશું. ઈચ્છો તેટલો દુષ્પ્રચાર કરો, અમે મળીને કામ કરીશું. સત્ય સાથે જ છે. આ સમાજમાં ઝઘડો કરાવવા માગે છે.

Tags:    

Similar News