બંગાળમાં ખેલા હોબે ! ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો કે TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં, 21 મારા ટચમાં

બંગાળના રાજકારણમાં સક્રિય થયા બાદ મિથુન ચક્રવર્તીએ પહેલી વખત ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.

Update: 2022-07-27 12:48 GMT

બોલિવૂડ સુપરસ્ટાર અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જેમાંથી 21 ધારાસભ્યો તેમના સીધા સંપર્કમાં છે. બંગાળના રાજકારણમાં સક્રિય થયા બાદ મિથુન ચક્રવર્તીએ પહેલી વખત ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ભાજપના ધારાસભ્યો સાથેની બેઠક બાદ પત્રકારોના સવાલના જવાબમાં મિથુન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને તેમાંથી 21 તેમના સીધા સંપર્કમાં છે.

તેમણે કહ્યું કે 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમને જબરદસ્તીથી ચૂંટણી જીતાડવામાં આવી છે. તેમણે કહ્યું કે હિન્દીમાં એક કહેવત છે કે જે વસ્તુઓને બળજબરીથી છીનવી લેવામાં આવે છે અને ચૂંટણી બળજબરીથી જીતી લેવામાં આવી છે તેને સંભાળવી મુશ્કેલ છે. ફરી વિધાનસભાની નિષ્પક્ષ ચૂંટણી આવે તો ભાજપની જીત નિશ્ચિત છે.

Tags:    

Similar News