PM મોદી 6 માર્ચે જશે પુણે, મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

6 માર્ચ એટલે કે રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા મોટા કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે

Update: 2022-03-05 10:05 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 માર્ચે પુણે જશે. પીએમ મોદીની આ મુલાકાત ઘણી ખાસ રહેવાની છે, જેમાં તેઓ પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી આપશે. આ પ્રોજેક્ટ રૂ. 11,400 કરોડથી વધુના ખર્ચે પૂરો થયો છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી રવિવારે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

6 માર્ચ એટલે કે રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા મોટા કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે, જેમાં પીએમ મોદી મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરશે અને અન્ય વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરશે. તેમના પુણે પ્રવાસ પર, તેઓ સવારે લગભગ 11 વાગ્યે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. તમને જણાવી દઈએ કે શિવાજી મહારાજની પ્રતિમા 1,850 કિલોગ્રામ ગનમેટલથી બનેલી છે અને લગભગ 9.5 ફૂટ ઉંચી છે,

ત્યારબાદ વડાપ્રધાન મોદી સવારે 11:30 વાગ્યે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ બહુ-કરોડનો પ્રોજેક્ટ પુણેમાં શહેરી ગતિશીલતા માટે વિશ્વ-સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો નોંધપાત્ર પ્રયાસ છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પીએમ મોદીએ 24 ડિસેમ્બર, 2016માં કર્યો હતો. પુણે મેટ્રો રેલ ખૂબ જ ખાસ અને મોટો પ્રોજેક્ટ છે, વડાપ્રધાન કુલ 32.2 કિમી પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું 12 કિમી સુધીનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર પ્રોજેક્ટ કુલ રૂ. 11,400 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદી ગરવારે મેટ્રો સ્ટેશન પર પ્રદર્શનનું ઉદ્ઘાટન અને નિરીક્ષણ પણ કરશે અને ત્યાંથી આનંદનગર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની યાત્રા પણ કરશે.

Tags:    

Similar News