રેલ્વે વિભાગનો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોમાં ફક્ત શાકાહારી ભોજન જ અપાશે

ટ્રેનોમાં પ્રવાસ કરતા ઘણાં બધા મુસાફરો ટ્રેનોમાં પીરસવામાં આવતુ ખાવાનું એટલા માટે ખાતા નથી કે તેમને આ વાતની ખબર હોતી નથી

Update: 2021-11-19 10:48 GMT

ટ્રેનોમાં પ્રવાસ કરતા ઘણાં બધા મુસાફરો ટ્રેનોમાં પીરસવામાં આવતુ ખાવાનું એટલા માટે ખાતા નથી કે તેમને આ વાતની ખબર હોતી નથી કે ખાવાનુ આખુ વેજીટેરિયન અથવા હાઈજેનિક છે. એટલેકે ખાવાનું બનાવતી વખતે સાફસફાઈનું કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે. વેજ અને નોનવેજ અલગ-અલગ પકવવામાં આવ્યું છે. ખાવાનુ તૈયાર કરવાથી લઇને પીરસવા સુધીની શું પ્રક્રિયા છે. પ્રવાસીઓની આ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવા માટે ભારતીય રેલવે નવી પહેલ શરૂ કરી રહી છે. ખાવાનુ આખુ વેજીટેરિયન હોય અને તેને બનાવવાની પ્રક્રિયામાં સાફ-સફાઈના દરેક નિયમોનું પાલન કરવામાં આવે. જેના માટે આઈઆરસીટીસીએ સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યો છે. રેલવે મંત્રાલય મુજબ, ધાર્મિક સ્થળોએ જતી દરેક ટ્રેનોને સાત્વિક કરવાની તૈયારી છે. કારણકે ધાર્મિક સ્થળ તરફ જતી બધી ટ્રેનોમાં મોટાભાગના લોકો શ્રદ્ધાળુઓ હોય છે, જે પૂર્ણ આસ્થા અને શ્રદ્ધાની સાથે દર્શન માટે જતા હોય છે. આ દરમ્યાન પ્રવાસીઓની આજુબાજુ બેઠેલુ કોઈ પણ વ્યક્તિ જો માંસાહારી ખાતુ હોય તો દર્શને જતા શ્રદ્ધાળુઓ અનકમ્ફર્ટેબલ મહેસુસ કરે છે. જેમકે વૈષ્ણો દેવી જતી વંદે ભારત હોય અથવા ભગવાન શ્રીરામ સંબંધિત સ્થળોના દર્શને જતી રામાયણ સ્પેશિયલ ટ્રેન હોય. તેમાં પ્રવાસ કરનારા મોટાભાગના પ્રવાસીઓ એવા હશે, જે સંપૂર્ણ સાત્વિક ખાવાનું પસંદ કરશે. તેથી તેની શરૂઆત વંદેભારત એક્સપ્રેસથી કરાઇ રહી છે. આ સિવાય રામાયણ સ્પેશિયલ ટ્રેન, વારાણસી, બોધગયા, અયોધ્યા, પુરી, તિરૂપતિ સહિત દેશના અન્ય ધાર્મિક સ્થળે જતી ટ્રેનોને સાત્વિક કરવાની તૈયારી.

Tags:    

Similar News