તો શું હવે જેલમાંથી ચાલશે સરકાર! કેજરીવાલની ધરપકડ થાય તો જેલમાંથી ચલાવશે સરકાર....

સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કાયદા અને બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે ટ્રાયલના નામે સીટીંગ સીએમને જેલમાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવે

Update: 2023-11-07 06:49 GMT

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ દરમિયાન તમામ ધારાસભ્યોએ કહ્યું કે, ભાજપને કોઈપણ પાર્ટીથી સૌથી મોટી સમસ્યા હોય તો તે AAP છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ થવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે ભાજપ અરવિંદ કેજરીવાલથી ડરે છે અને ઈચ્છે છે કે કેજરીવાલને દિલ્હીની સત્તા પરથી હટાવવામાં આવે. દિલ્હીના ધારાસભ્ય અને મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે અલગ-અલગ ધરપકડો દ્વારા અરવિંદ કેજરીવાલ પર દબાણ લાવવામાં આવે છે જેથી તેઓ રાજીનામું આપે અને સત્તા લઈ લેવામાં આવે પરંતુ તમામ ધારાસભ્યોએ કહ્યું કે સરકાર પોલીસ કસ્ટડીમાંથી ચલાવવામાં આવશે.

અરવિંદ કેજરીવાલ દિલ્હીની સત્તા ચલાવશે કારણે તેમને મુખ્યમંત્રી દિલ્હીની જનતાએ બનાવ્યા છે સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કાયદા અને બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે ટ્રાયલના નામે સીટીંગ સીએમને જેલમાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવે અને આ માટે રાજીનામું લઈ લેવું જોઈએ. સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમે બેઠકમાં કહ્યું હતું કે અરવિંદજી મુખ્યમંત્રી છે અને જેલમાં પણ રહેશે. અધિકારીઓ જેલમાં જશે અમે કેબિનેટ મંત્રીઓ પણ ત્યાં કામ કરાવવા માટે જઈશું. જો આમ થશે તો પણ સરકાર ત્યાંથી જ ચાલશે. અધિકારીઓને પણ ત્યાં જ બોલાવવામાં આવશે.  

Tags:    

Similar News