પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થશે બજેટ, આ વખતે બે ભાગમાં હશે સત્ર

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે બજેટ સત્રને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી જ શરૂ થશે

Update: 2022-01-14 08:04 GMT

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે બજેટ સત્રને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી જ શરૂ થશે અને આ વર્ષે સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ બજેટ સત્ર બે અલગ અલગ ચરણમાં રાખવામાં આવ્યું છે. સંસદમાં બજેટ સત્રની શરૂઆત 31મી જાન્યુઆરીથી શરૂ થશે તે જાહેર કરવામાં આવ્યું છે પરંતુ સૂત્રો અનુસાર બે અલગ અલગ ચરણમાં સત્ર ચાલશે

જેમાં પહેલો હિસ્સો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી રહેશે અને પછી બીજો હિસ્સો 14મી માર્ચથી શરૂ થઈને 8 એપ્રિલ સુધી સંસદ ચલાવવામાં આવશે. આ સાથે જ પહેલી ફેબ્રુઆરીના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરી શકે છે. 

Tags:    

Similar News