નોઈડાના સ્પા સેન્ટરમાં લાગી આગ, મહિલા સહિત બેના મોત

નોઈડાના સેક્ટર-24 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે.

Update: 2022-02-17 16:07 GMT

નોઈડાના સેક્ટર-24 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે સ્પા સેન્ટરમાં હાજર 2 લોકો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. સાથે જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. પોલીસ પાસેથી મળતી પ્રાપ્ત માહિતી અનુસાર નોઈડા સેક્ટર-24 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્પા સેન્ટર છે. ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ સ્પા સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે આ આગને કારણે 2 લોકોના મોત થયા છે. જેમાંથી એક સ્ત્રી અને એક પુરુષ છે. પોલીસે બંનેના મૃતદેહનો કબજો મેળવી લીધો છે.

Tags:    

Similar News