જુનાગઢ : માંગરોળમાં વેપારી બેગ લઇને ઉભો હતો ત્યાં આવી બાઇક, પછી જે થયું તે તમે પણ જુઓ

Update: 2021-03-03 12:51 GMT

તમે કારના કાચ તોડી કે બાઇકની ડીકીમાંથી કિમંતી સામાન કે બેગની ચોરી વિશે સાંભળ્યું હશે પણ અમે તમને બતાવીશું ચીલઝડપના લાઇવ દ્રશ્યો …

તમારા સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જુનાગઢ જિલ્લાના માંગરોળના છે. માંગરોળના બજારમાં ચત્રભુજ જવેલર્સની દુકાન આવેલી છે. દુકાનની બહાર વેપારી રાત્રિના સમયે મોબાઇલ ફોન પર વાત કરી રહયાં હતાં. આ સમયે એક બાઇક પર બે યુવાનો આવે છે અને વેપારી કઇ સમજે તે પહેલાં બાઇકની પાછળ બેઠેલો યુવાન તેમના હાથમાં રહેલી બેગ છીનવી ફરાર થઇ જાય છે. ગણતરીની સંકડોમાં બની ગયેલી ઘટનાથી વેપારી હેબતાઇ જાય છે. ચીલઝડપની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. બનાવ સંદર્ભમાં વેપારીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News