ખેડા : કાળી પટ્ટી ધારણ કરી વીજ કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, જાણો શું પડતર પ્રશ્નો..!

Update: 2021-01-16 10:28 GMT

સમગ્ર ગુજરાતમાં ઉર્જા વિભાગની 7 જેટલી કંપનીના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્ને આંદોલનના માર્ગે ઉતર્યા છે, ત્યારે ખેડા જિલ્લાના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીક વીજકર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ઉર્જા વિભાગના તમામ યુનિયનો દ્વારા એક મંચ પર આવી એક સુરમાં લડત ઉપાડવામાં આવી છે. રાજ્યભરમાં વીજકર્મીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધનો સૂર ઉઠાવ્યો છે, ત્યારે ખેડા જિલ્લાના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીક વીજ કર્મચારીઓની ગુજરાત ઉર્જા સંયુક્ત સંઘર્ષ સમિતિ દ્વારા અહિંસક લડતની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં સાતમા પગાર પંચના મંજુર થયેલા આનુસંગિક લાભો મળવા સહિત પડતર પ્રશ્નો અને અન્ય લાભો નહીં મળતા વીજકર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત તા. 16થી 20 જાન્યુઆરી સુધી તમામ વીજ કર્મચારીઓ માસ સીએલ ઉપર પણ ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. તો સાથે જ આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News