મન કી બાત: સ્વતંત્રતા દિવસ પર ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લો- વડાપ્રધાન મોદી

Update: 2020-07-26 06:38 GMT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરીથી એકવાર રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. 'મન કી બાત'નો આ 67મો એપિસોડ હતો. સૌથી પહેલા તેમણે કારગિલ વિજય દિવસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આજે 26 જુલાઈ છે, આજનો દિવસ એકદમ ખાસ છે. આજે 'કારગિલ વિજય દિવસ' છે. 21 વર્ષ પહેલા આજના દિવસે જ કારગિલના યુદ્ધમાં આપણી સેનાએ ભારતની જીતનો ઝંડો લહેરાવ્યો હતો. કોરોના પર વાત કરતા તેમણે કહ્યું કે આજે આપણા દેશમાં રિકવરી રેટ સારો છે. દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો દર પણ ઘણો ઓછો છે. 

'કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન

કારગિલ દિવસ પર પીએમ મોદીએ સૌથી પહેલા પાકિસ્તાન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દુષ્ટનો સ્વભાવ જ હોય છે બધા સાથે કારણ વગર દુશ્મની કરવાનો, હિત કરનારા વિશે પણ નુકસાન વિચારવાનું. મોદીએ કહ્યું કે પાકિસ્તાને પીઠમાં ખંજર ભોંક્યુ હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાને મોટા મોટા મનસૂબા રાખીને ભારતની ભૂમિ પડાવવાનું અને પોતાના ત્યાં ચાલી રહેલા આંતરિક કલેહથી ધ્યાન ભટકાવવા માટે નાપાક હરકત કરી હતી. પરંતુ ત્યારબાદ ભારતની વીર સેનાએ જે પરાક્રમ દેખાડ્યું તે આખી દુનિયાએ જોયું.

પીએમ મોદીએ કહ્યું કે જીત પહાડોની ઊંચાઈની નહીં પરંતુ ભારતના વીરોના બુલંદ જુસ્સાની થઈ. વીર માતાઓના પ્રેમ અંગે એકબીજાને જણાવો શહીદોની વીરતા અંગે એક બીજાને વાત કરો. હું દેશવાસીઓને અપીલ કરુ છું. કારગિલ યુદ્ધ સમયે અટલજીએ અહીં દિલ્હીથી જે કહ્યું હતું તે આજે પણ આપણા માટે પ્રાસંગિક છે. મહાત્મા ગાંધીનો મંત્ર હતો કે કોઈને પણ દુવિધા હોય કે તેણે શું કરવું અને શું ન કરવું, ત્યારે તેણે ભારતના સૌથી ગરીબ અને અસહાય વ્યક્તિ અંગે વિચારી લેવું જોઈએ. જે તે કરી રહ્યો છે તેનાથી તે વ્યક્તિનું ભલું થશે કે નહીં. ગાંધીજીના આ વિચારથી આગળ વધીને અટલજીએ કહ્યું હતદું કે કારગિલ યુદ્ધે આપણને બીજો એક મંત્ર આપ્યો. આ મંત્ર હતો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા આપણે વિચારીએ કે શું આપણું આ ગલું તે સૈનિકના સન્માનને અનુરૂપ છે કે નહીં જેમણે તે દુર્ગમ પહાડીઓમાં પોતાના પ્રાણોની આહૂતિ આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કોરોનાનું જોખમ ટળ્યું નથી

પીએમ મોદીએ કોરોનાના જોખમ પ્રત્યે ચેતવ્યાં. તેમણે કહ્યું કે આજે આપણા દેશમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશો કરતા ઘણો સારો છે. આ સાથે જ આપણા દેશમાં મૃત્યુદર પણ અન્ય દેશો કરતા ઓછો છે. આપણે કોરોનાથી વધુ સતર્ક રહેવાની જરૂર છે. ચહેરા પર માસ્ક લગાવવો કે પછી કપડાનો ઉપયોગ કરવો, દો ગજ દૂરીના અંતરનું પાલન કરવું, હાથ ધોવા, ક્યાંય થૂંકવું નહી, સ્વચ્છતાનું ધ્યાન રાખવું વગેરે આપણા હથિયાર છે. જ્યારે પણ માસ્ક હટાવવાનું મન કરે તો એ ડોક્ટરોનું સ્મરણ કરો જે કલાકો સુધી માસ્ક પહેરીને કામ કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી : આફતને અવસરમાં ફેરવવાનો સમય

પીએમ મોદીએ ફરીથી એકવાર દોહરાવ્યું કે કોરોના સંકટની આફતને અવસરમાં ફેરવવા માટે આ યોગ્ય સમય છે. તેમણે લોકલ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પૂર્વમાં કારીગરોએ વાંસની બનેલી ઈકો ફ્રેન્ડલી બોટલો અને વાસણો બનાવ્યાં છે. આ આપણા બધા માટે એક ઉદાહરણ છે. ઝારખંડમાં લેમન ગ્રાસની ખેતી કરીને વેપાર વધારાય છે. લદાખ અને લેહમાં પાક વધારવા માટે સોલર પેનલનો ઉપયોગ થાય છે.

Tags:    

Similar News