નખત્રાણામાં પવનચક્કી મુદ્દે કિસાનોએ કર્યું આંદોલન,વિજ વાયરો અને હેવી લાઇનના મુદ્દે ફેલાયો રોષ

Update: 2019-07-24 13:03 GMT

કચ્છનાં નખત્રાણા તાલુકામાં ખેડૂતોની જમીનમાંથી પસાર થતા વિજવાયરો અને હેવી લાઈનના મુદ્દે કિસાનો રોષે ભરાયા છે અને નખત્રાણા પ્રાંત કચેરી સામે અનિશ્ચિત મુદતની હડતાલ કરાઈ છે.ખાનગી કંપનીઓ વળતર ન ચૂકવતી હોવાનો આક્ષેપ કરાયો છે.

નખત્રાણાના પાવરપટ્ટી પંથકના ગામોમાં અદાણી ગ્રીન પાવર કંપની દ્વારા પવનચક્કીના મહાકાય વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. જેમાં ખેડૂતોની માલિકીની જમીનમાંથી હેવી વોલ્ટજની લાઈન અને પવનચક્કી પસાર થતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોનો વિરોધ છતાં કંપનીએ કામગીરી બેરોકટોક જારી રાખતા નારાજ ખેડૂતોએ નખત્રાણા પ્રાંત કચેરીની સામે અનિશ્ચિત મુદતની ધરણા કાર્યક્રમની છાવણી નાખી છે.

પાવરપટ્ટી વિસ્તારના રતડિયાથી પાલનપુર સુધી લગભગ ૮૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં ખેડૂતોની ખાનગી માલિકીની જમીનમાં પવનચક્કીના વીજપોલના થાંભલા અને હેવી વોલ્ટની વીજ લાઈન પસાર કરવામાં આવતા તેના વિરોધમાં નખત્રાણા તાલુકા કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ લોકશાહી ઢબે લડત ચલાવવાનો નિર્ધાર કર્યો છે અદાણી ગ્રીન એનર્જી પ્રા.લિ. કંપની દ્વારા મનમાની અને ખેડૂતોને કનડગત કરાઈ રહી હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા.

Tags:    

Similar News