નરેન્દ્ર દામોદર દાસ મોદી, જન્મ : 17 સપ્ટેમ્બર 1950, જુઓ વડાપ્રધાનની લાક્ષણિક અદાઓ

Update: 2020-09-17 08:46 GMT

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 17મી સપ્ટેમ્બરના રોજ તેમનો 70મો જન્મદિવસ ઉજવી રહયાં છે. 7 ઓકટોબર 2001ના રોજ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાં હતાં. આજે તેઓ દેશ અને વિશ્વના લોકપ્રિય નેતા બની ચુકયાં છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17મી સપ્ટેમ્બર 1950ના રોજ વડનગર ખાતે થયો હતો. તેઓ દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ ૧૭ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા.૧૯૯૮માં લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે  રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતાં. તેમના જન્મદિવસ નિમિત્તે વિશ્વભરમાંથી તેમના ઉપર શુભેચ્છાનો ધોધ વહી રહયો છે. અમે તમને બતાવી રહયાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલીક લાક્ષણિક અદાઓની ઝાંખી

Tags:    

Similar News