દિલ્હી: રાજ્યસભામાં પી.એમ.મોદીનો જવાબ, ખેડૂત આંદોલન પૂર્ણ કરો સાથે મળીને ચર્ચા કરી

Update: 2021-02-08 08:20 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે આપણે કોઈ સ્ટેટિક અવસ્થામાં જીવનારા લોકો થોડા છીએ. સારા સુચનો આવે છે તો સારા સુધારાઓ પણ થાય છે. ચાલો દેશને આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કરીએ. અપશબ્દોને મારા ખાતામાં જવાદો. સારુ તમારા ખાતામાં, ખરાબ મારા ખાતામાં. ચાલો સાથે મળીને સારું કાર્ય કરીએ.

https://twitter.com/narendramodi/status/1358642201664712705

કૃષિ કાયદા બાબતે બોલતા PM મોદીએ કહ્યું ચર્ચામાં કાયદાના સ્પિરિટ પર વાત થઈ નથી. એવી ફરિયાદ છે કે પદ્ધતિ યોગ્ય નથી, ઉતાવળ થઈ ગઈ છે. આવું બનતુ હોય છે. આવું પરિવારમાં લગ્ન હોય છે ત્યારે પણ ફોઈ નારાજ થઈને કહે છે કે મને ન બોલાવી. આટલો મોટો પરિવાર હોય ત્યારે આવું બને છે.તેમણે કહ્યું કે આંદોલન કરનારા લોકોને અપીલ છે કે ત્યાં વૃદ્ધ માણસો પણ બેઠા છે, આંદોલન પૂર્ણ કરો, સાથે મળીને ચર્ચા કરીએ. સારી ખેતી કરવા માટેનો આ ઉતમ સમય છે, તેને ગુમાવવાનો નથી. આ સુધારાને આપણે તક આપવી જોઈએ. તે પણ જોવું જોઈએ કે તેનાથી લાભ થાય છે કે નહિ. મંડિયા વધુ આધુનિક થાય. MSP હતી, છે અને રહેશે.તેમણે કહ્યું હતું કે રાજ્યસભામાં લગભગ 13-14 કલાક સુધી સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા. હું બધાનો આભાર માનું છું. રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળવા માટે તમામ લોકો હોત તો લોકશાહીની ગરિમા હજી વધી જાત. રાષ્ટ્રપતિના ભાષણની તાકાત એટલી હતી કે ઘણા લોકો ન સાંભળતા છતાં ઘણા બોલી શકયા. એના પરથી ભાષણનું મૂલ્ય આંકી શકાય છે.

Tags:    

Similar News