રાજકોટઃ ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતી ટોળકી ઝડપાયી

Update: 2018-08-24 10:49 GMT

ક્રાઈમબ્રાન્ચે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું, ટોળકીને ઝડપનાર ટીમને આપ્યુ પોલિસ કમિશ્નરે 15 હજારનુ ઈનામ

એક તરફથી રાજ્ય સરકાર બેટી બચાવોનું અભિયાન ચલાવી રહી છે. તો બિજી તરફ દિકરીના દાનવો ઝડપી પાડવામા આવ્યા છે. જી, હા રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને જિલ્લા આરોગય વિભાગ દ્વારા છટકુ ગોઠવી ગર્ભનુ પરિક્ષણ કરતી ટોળકીને ઝડપી પાડી છે. જો કે જોવાની વાત તો એ છે કે ખુદ આ ટોળકીની મુખ્યા જ એક મહિલા છે.

રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાને ફરીયાદ મળી હતી કે ચોટીલામા મણીરત્નમ નામની હોસ્પીટલ દ્વારા ગેરકાયદે ગર્ભપરીક્ષણ તેમજ ગર્ભપાત કરી આપવામા આવે છે. જે બાબતે રાજકોટ કલેકટર અને પોલિસ કમિશ્નર દ્વારા એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામા આવ્યુ. જે અંતર્ગત રાજકોટ ક્રાઈમ બ્રાંચ પોલિસ ઈન્સપેકટર હિતેષ ગઢવી અને પોલિસ સબ ઈન્સપેકટર અતુલ સોનારા અને મહિલા કોન્સટેબલ દ્વારા છટકુ ગોઠવવામા આવ્યુ. જે છટકામા તમામ ટોળકી ઝડપાઈ ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ડમી ગ્રાહક બનીને વચેટિયા નીતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકીનો સંપર્ક સાધ્યો હતો. વચેટિયાએ તેમને 18000 રૂપિયા ચાર્જ કહ્યો હતો. રાજકોટ આવીને વચેટિયાએ સ્ટાફને મહેશ મનુ રાઠોડ સુધી પહોંચાડ્યો હતો અને મહેશ મારફત રૈયારોડ પર શ્રીમદ્દ ભવગત ગીતા નામના મકાનમાં ગયા જ્યાં રમાબેન મુળુભાઇ બડમલિયાએ વાયરલેસ પ્રોબ(સોનોગ્રાફી કરતી વખતે પેટ પર રાખવાનું યંત્ર) અને ગેલેક્સી ટેબ મારફત સોનોગ્રાફી કરવાનું કહ્યું હતું.

જિલ્લા આરોગ્ય તંત્ર અને પોલીસે મોડી રાત સુધી બધાની પૂછપરછ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, રમાબેન ચોટીલા રહે છે અને પોતાની મણિરત્નમ નામની એક મોટી હોસ્પિટલ છે. જે લોકોને ગર્ભ પરીક્ષણ કરાવવુ હોઈ તેમના ઘરે જઈ આ ટોળકી પરીક્ષણ કરી આપતી હતી. જો પરીક્ષણમા દિકરી હોઈ અને જે તે વ્યક્તિ ગર્ભપાત કરાવવા ઈચ્છતી હોઈ તો તેમને હોસ્પિટલ આવી ગર્ભપાત કરાવવાનુ કહેતા અને ત્યારબાદ તેને ગર્ભપાત કરી પણ આપતા હતા. જ્યા એક ડોકટર પણ મોજુદ રહેતા હતા. હાલ તો પોલિસની એક ટીમ ચોટીલા મણિરત્નમ હોસ્પિટલ પર પહોંચી ડોકટરની તપાસ હાથ ધરી છે. તો સાથે જ શંકાસ્પદ દસ્તાવેજો પણ કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે. પોલિસ સુત્રોનુ માનિયે તો આ ટોળકી છેલ્લા કેટલાંય વર્ષોથી સક્રિય હતી.

કઈ રીતે કામ કરે છે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન સોનોગ્રાફી કે અલ્ટ્રાસાઉન્ડ મશીનમાં ટ્રાન્સડ્યૂસર પ્રોબ મહત્વનો ભાગ હોય છે. આ પ્રોબ પર જેલ લગાવીને શરીર પર રાખતા તે અલ્ટ્રાસાઉન્ડ સિગ્નલ મોકલે અને પરત મેળવે છે જે સિગ્નલના આધારે અંદરનો ભાગ દ્રશ્યમાન થાય છે. આ પ્રોબ મસમોટા મશીન સાથે જોડાયેલા હોય છે, પણ હવે તે વાયરલેસ આવી ગયા છે. રાજકોટના કિસ્સામાં આ વાયરલેસ પ્રોબ ગેલેક્સી ટેબ સાથે કનેક્ટ કરાયું હતું અને ટેબમાં અલ્ટ્રાસાઉન્ડની ખાસ એપ હતી. પ્રોબ પર જેલ લગાવીને પેટ પર લગાવતાં જ ગર્ભના બાળકની સ્થિતિ જોવા મળતી અને જે જોઇને તે બાળકની જાતિ જાહેર કરાતી પોલીસે ટેબ્લેટ, જેલ અને પ્રોબ ત્રણેય વસ્તું કબજે કરી છે.

Tags:    

Similar News