રાજકોટ : જેતપુર પંથકમાં કમોસમી વરસાદથી માર્કેટિંગ યાર્ડની મગફળીને નુકશાન

Update: 2020-12-11 08:49 GMT

જેતપુર પંથકમાં પડેલા વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડમાં રહેલી ખેડૂતોની મગફળી પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું સમાન સ્થિતિ સર્જાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં તબદીલી અને હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદથી જળબંબાકારની પરિસ્થિતી સર્જાઈ છે તેવામાં સૌથી વધુ નુકશાન ખેડૂતોને વેઠવાનું આવ્યું છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ પણ પલળી ગઈ છે. મગફળીનો પાક પલળતા વધુ એક વખત ખેડૂતોને ફટકો પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને પગલે તંત્રને સતર્ક અને સાવચેત સાથેની તમામ સૂચનાઓ હતી પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે મગફળીનો પાક નષ્ટ થયો છે. આગાહી હોવા છતાં પણ તંત્ર દ્વારા માલને સંગ્રહ તેમજ વરસાદથી બચાવવા માટેની કોઈ તૈયારીઓ કરાઇ ન  હતી. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને તેમના તૈયાર મોલનો પૂરતો ભાવ પણ હવે નહિ મળે તેવું ખેડૂતોએ પણ જણાવ્યું હતું.

Tags:    

Similar News