વડાપ્રધાનના કાર્યક્રમને કારણે રાજ્યના પોલિસ વડા શિવાનંદ ઝા રાજકોટમાં

Update: 2018-09-29 10:59 GMT

આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી પહોંચશે. સાંજના પાંચ વાગ્યા આસપાસ તેઓ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાથી તેઓ સીધા ચૌધરી હાઈસ્કુલ ખાતે જશે. જ્યા તેઓ પ્રધાનમંત્રી આવાસોનુ લોકાર્પણ તેમજ આઈવે પ્રોજેકટ ફેઝ ૨ નું લોકાર્પણ કરશે. તો ત્યારબાદ તેઓ જંગીમેદનીને સંબોધી આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે જશે. તો ત્યારબાદ તેઓ રાજકોટ એરપોર્ટ પર પરત ફરી દિલ્લી જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી આલ્ફ્રેડ હાઈસ્કુલને ગાંધી મ્યુઝીયમમા ફેરવવામા આવી છે. ત્યારે આજે સાંજે પ્રાઈમરી રીહર્સલ કરવામા આવશે જ્યારે આવતીકાલે સવારે મેગા રીહર્સલ કરવામા આવશે. રૂપિયા ૨૬ કરોડનાં ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝીયમ તૈયાર કરવામા આવેલ છે. જેનુ લોકાર્પણ ખુદ માનનિય વડાપ્રધાનના હસ્તે કરવામા આવશે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઈ પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને નિહાળવા અને તે અંગે દિશા નિર્દેશ કરવા ખુદ રાજ્યના ડિજીપી શિવાનંદ ઝા રાજકોટ આવી પહોચ્યા છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટ કાર્યક્રમ

5:05 સાંજે- રાજકોટ એરપોર્ટ પર આગમન

5:15 સાંજે- ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં આગમન...

5:15 થી 6:15 સાંજે - ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધન, જેમાં આઇ-વે પ્રોજેક્ટ ફેઝ 2 અને પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ...

6:20 સાંજે- આલ્ફ્રેડ હાઇસ્કુલ પહોંચશે..

6:30 થી 7 વાગ્યા સુધી- આલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે 26 કરોડનાં ખર્ચે તૈયાર કરેલ. ગાંધી મ્યુઝીયમ નિહાળશે...

7:20 સાંજે - રાજકોટ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના....

  • સાંજે પાંચ વાગ્યે યોજાશે મેગા રિહર્સલ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની આગેવાની હેઠળ ૬ એસપી રેન્કના અધિકારી, ૧૫ ડિવાયએસપી, ૪૦ પીઆઈ, ૧૭૦ પીએસઆઈ, તેમજ મહિલા પૂરૂષ હેડ કોન્સયેબલ કોન્સટેબલ ૨૭૫૦ તેમજ ડોગ સ્કવોડ, એસઆરપીની ત્રણ કંપની, ૧૮ ઘોડેસવાર પોલીસ, બોમ્બ સ્કવોડની ૭ ટીમ અને ચેતક કમાન્ડોની ૪ ટીમ તૈનાત રહેશે

રાજ્ય પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી એકત્ર કરી તે અંગે જરૂરી નિર્દેશો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ઉચ્ચ અધિકારીઓને આપ્યા હતાં. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચૂકયો છે. બપોર બાદ તેનું રિહર્સલ યોજાશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ મિટિંગ યોજાઈ હતી.

Tags:    

Similar News