રાજકોટમાં મોડી રાતે પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે ફાયરિંગ, ઘટનામાં એક આરોપી સહિત SOG PSI ઇજાગ્રસ્ત

પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગે સોસાયટીને નિશાન બનાવી હતી.

Update: 2022-08-03 06:45 GMT

રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાતે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગે સોસાયટીને નિશાન બનાવી હતી. આથી, પોલીસને બાતમી મળતા પોલીસ આખો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાદમાં પોલીસ અને ગેંગ બંને વચ્ચે સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં એક આરોપી અને એક SOG PSI ઘાયલ થયા. આથી, ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. બાતમીના આધારે રાજકોટ પોલીસે મિશન પાર પાડ્યું હતું. હાલમાં આ ધાડપાડુ ગેંગને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર ફાયરિંગ થયાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે એકવાર ફરી ફાયરિંગ થયાની ઘટના સામે આવતા ક્યારેક પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે થોડા દિવસો અગાઉ જ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પણ ફાયરિંગ થયું હતું. જેમાં એક કારખાનેદારને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે 6 શખ્સની ધરપકડ કરી હતી.

Tags:    

Similar News