જામનગર : કોરોના સામે સાવચેતીનો મેસેજ આપતી અદભૂત રંગોળી, મહિલા કલાકારે બનાવી 10 ફૂટની વિશાળ રંગોળી

Update: 2020-11-10 11:33 GMT

વર્ષ 2020 સમસ્ત માનવજાતિ માટે ખુબ મુશ્કેલી ભર્યુ રહ્યું છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી સમગ્ર જગત એક અનોખી મહામારીનો સામનો કરી રહ્યું છે. જેની સામે માનવી તેના અસ્તીત્વને ટકાવી રાખવાની લડાઇ લડી રહ્યો છે. સકારાત્મક રીતે વિચારીએ તો કોરોના મહામારીએ દરેક મનુષ્યનો જીવન પ્રત્યેનો પુરો અભિગમ બદલાવી અને દરેક માનવીને આ ક્ષણીક જીવનના મુલ્યોની અભુતપુર્વ સમજ આપી છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જામનગરના કલાકાર રિધ્ધી શેઠએ શ્ર્વેત શ્યામ રંગોળી દ્વારા સમાજને મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે.

જામનગર શહેરના વાલ્કેશ્ર્વરી નગરી વિસ્તારમાં શ્રીપતિ એપાર્ટમેન્ટ, સનસાઇન સ્કુલ પાછળ રહેતા રિધ્ધી શેઠ પ્રતિ વર્ષ કંઇક અનોખી અને આબેહુબ રંગોળી દ્વારા કલાપ્રેમીઓના દીલ જીતી લેતા હોય છે. છેલ્લા એક દાયકાથી શરૂ થયેલી તેમની આ સફર દરમન તેઓએ અનેક રંગોળીઓ નિર્માળ કરી છે અને તેમાં રંગીન રંગોથી તેને જીવંત બનાવી છે. પરંતુ હાલ કોરોનાની મહામારીમાં જ્યારે સમાજમાંથી અનેક લોકોના જીવનમાંથી રંગ ઉડી ગયા છે, ત્યારે ફક્ત શ્ર્વેત અને શ્યામ (બ્લેક એન્ડ વ્હાઇટ)રંગો દ્વારા એક અનોખી રંગોળી બનાવવામાં આવી છે.

જેમાં સતત 8 દિવસમાં 8-8 કલાકની જહેમત બાદ 10 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી જોતાં તેમાં એક મહિલા સ્વચ્છ પાણીથી તેનો ચેહરો સાફ કરતી જોવા મળે છે. આજે જ્યારે સરકાર દ્વારા સતત હાથ-મોં સ્વચ્છ રાખવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે આ રંગોળી દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા સ્વચ્છતા જ એક માત્ર અભિયાન છે. આ રંગોળીમાં પાણીની એક એક બુંદને આબેહુબ રજૂ કરી કાબીલેદાદ રંગોળી બનાવવામાં આવી છે.

Tags:    

Similar News