સાબરકાંઠા: જાણીતી ગાયિકા કિંજલ દવે ફરીવાર વિવાદમાં, જુઓ કોરોના મહામારીમાં શું કર્યું ?

Update: 2021-02-17 08:03 GMT

ગુજરાતનાં જાણીતા ગાયિકા કિંજલ દવે ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. સાબરકાંઠાના ઇડરમાં મંજૂરી વિના યોજાયેલ સ્ટેજ શોમાં કિંજલ દવેએ પરફોમન્સ આપ્યું હતું તો બીજી તરફ કોવિડ-19ની ગાઈડ લાઇનના પણ ધજાગરા ઊડ્યાં હતા.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે જોકે હજુ મહામારીનો ખતરો ટળ્યો નથી. પોતે રાજ્યના સીએમ પણ મહામારીની ઝપેટમાં આવી ગયા છે ત્યારે બેદારકારી ભારે પડી શકે છે ત્યારે ફરીવાર ગુજરાતના જાણીતા ગાયિકા કિંજલ દવે વિવાદમાં આવી ગયા છે. ઈડરના રોઝવિલા બંગ્લોઝમાં મંજૂરી વિના કાર્યક્રમ યોજવામાં આવતો હતો અને આ કાર્યક્રમમાં હજારો લોકો ભાન ભૂલ્યા હતા. કાર્યક્રમમાં જાણે મહામારી છે જ નહીં તેમ લોકોએ મહામારી સામે નિયમોના લીરેલીરા ઉડાવ્યા. આ કાર્યક્રમની જાણ થતાં જ પોલીસે રેડ પાડી હતી જેમાં સ્ટેજ શો કરનાર 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને કિંજલ દવે સામે પણ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.

Tags:    

Similar News