અમદાવાદ : 36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે લોન્ચિંગ

36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ સમારોહ દરમ્યાન નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચિંગ કરવામાં આવશે.

Update: 2022-09-03 11:01 GMT

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતેથી આવતીકાલે 36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ સમારોહ દરમ્યાન નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 11મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે, અને વિજેતા ખેલાડીઓને પુરસ્કારની રકમ એનાયત કરાશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારનાર પેરા એથલીટનું સન્માન કરાશે, તેમજ અન્ય ખેલાડીઓનું ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરી સન્માન કરાશે. આ સાથે જ ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે કરાર પણ કરવામાં આવનાર છે.

Tags:    

Similar News