ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી CSKને હરાવ્યું, સાહાની મેચ વિનિંગ ફિફ્ટી

ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ અણનમ 67 રનની પારી ખેલી ગુજરાત ટાઈટન્સને જીત અપાવી

Update: 2022-05-15 13:59 GMT

IPL 2022ની 62મી મેચમાં ચેન્નઈએ ટોસ જીતી ગુજરાત સામે પહેલા બેટિંગ પસંદ કરી હતી. CSKએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 133 રન કર્યા છે. જેના જવાબમાં GTએ 3 વિકેટના નુકસાને 134 રનનો લક્ષયાંક પૂરો કર્યો હતોપહેલી ઈનિંગમાં ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડે શાનદાર ફિફ્ટી ફટકારી હતી તો ગુજરાતના શમીએ 2 વિકેટ લીધી હતી.

Delete Edit

CSKની સતત બીજી મેચમાં ખરાબ શરૂઆત રહી હતી. ઓપનર ડેવોન કોનવે ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તે 9 બોલમાં 5 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. જોકે ત્યારપછી ગાયકવાડ અને મોઈન અલીએ બીજી વિકેટ માટે 57 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ અણનમ 67 રનની પારી ખેલી ગુજરાત ટાઈટન્સને જીત અપાવી

Tags:    

Similar News