ICC Women's World Cup 2022 : ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું

ICC મહિલા વર્લ્ડ કપની 25મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું.

Update: 2022-03-25 07:23 GMT

ICC મહિલા વર્લ્ડ કપની 25મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશના 136 રનના ટાર્ગેટને 65 બોલ બાકી રાખીને બેથ મૂનીના 66 રનની અણનમ ઇનિંગની મદદથી પાર પાડ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ લીગ તબક્કામાં અજેય રહી હતી અને તેની તમામ સાત મેચ જીતીને ટેબલમાં ટોચ પર રહી હતી.

વેલિંગ્ટનમાં રમાયેલી મેચ વરસાદને કારણે વિલંબમાં પડી હતી અને તેને 43 ઓવરની રાખવામાં આવી હતી. આ પછી બાંગ્લાદેશે લતા મંડલના 33 રનની મદદથી પ્રથમ બેટિંગ કરતા છ વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ચાર વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ 70ના સ્કોર પર તેના પાંચ મહત્વના ખેલાડીઓની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી બેથ મૂની (66*) અને એનાબેલ સધરલેન્ડ (26*)એ મળીને છઠ્ઠી વિકેટ માટે 66 રનની અતૂટ ભાગીદારી કરી અને મેચ ઓસ્ટ્રેલિયાના ખોળામાં મૂકી દીધી.

Tags:    

Similar News