ICC Women's World CUP: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર, દક્ષિણ આફ્રિકાની 3 વિકેટે જીતી
ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલ મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલ મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય ટીમની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ ખતમ થઈ ગઈ છે. આફ્રિકાની ટીમે આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 274 રન બનાવ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાનાએ 71 રન, કેપ્ટન મિતાલી રાજે 68, શેફાલીએ 53 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 7 વિકેટ ગુમાવીને 275 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આફ્રિકાની ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યારે ટીમ ઈન્ડિયાની હારના કારણે વેસ્ટ ઈન્ડિઝ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.