IND VS NZ: કાનપુરમાં રમાયેલ મેચ ડ્રો રહી, ઈન્ડિયન બોલર્સ 52 બોલમાં એક પણ વિકેટ ન લઈ શક્યા

ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં કીવી ટીમને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Update: 2021-11-29 11:41 GMT

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી છે. આ રોમાંચક મેચના પાંચેય દિવસ બંને ટીમો વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો. ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં કીવી ટીમને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કીવી ટીમે DAY-5 સ્ટમ્પ્સ સુધી 9 વિકેટના નુકસાને 165 રન કર્યા છે. આ મેચને ડ્રો કરાવવામાં ન્યૂઝીલેન્ડ ટીમના ડેબ્યૂટન્ટ ખેલાડી રચિન રવીંદ્રે 91 બોલ રમ્યા હતા, જ્યારે એજાઝ પટેલે 23 બોલનો સામનો કરી પોતાની વિકેટ બચાવી દીધી હતી. જેના પરિણામે આ મેચ ડ્રો રહી હતી. ટી બ્રેક પછી પહેલી ઓવરમાં અક્ષર પટેલે હેનરી નિકોલ્સ (1 રન)ને LBW કરી કીવી ટીમની 5મી વિકેટ લીધી હતી. જોકે નિકોલ્સે રિવ્યૂ લીધો પરંતુ મિડલ ઓફને હિટ કરતા તેને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. ત્યારપછી જાડેજાએ કેપ્ટન કેન વિલિયમ્સનને પેવેલિયન ભેગો કરી કીવી ટીમના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. ત્યારપછી ઈન્ડિયન ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટોમ બંલ્ડલને આઉટ કરી કીવી ટીમની 7મી વિકેટ પાડી હતી

Tags:    

Similar News