IND vs SA T20: બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ, BCCIએ કરી જાહેરાત

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

Update: 2022-09-30 06:39 GMT

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તે અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે, જે ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. બીસીસીઆઈએ શુક્રવારે (30 સપ્ટેમ્બર) આની જાહેરાત કરી હતી.

બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચમાં રમ્યો ન હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી પુનરાગમન કર્યું હતું. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની સીરીઝ સિવાય તે એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો.

બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, "ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો છે." બુમરાહને પીઠમાં ઈજા થઈ છે અને હાલમાં તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે." શ્રેણીની બાકીની બે મેચો ગુવાહાટીમાં 2 ઓક્ટોબરે અને ઈન્દોરમાં 4 ઓક્ટોબરે રમાશે.

Tags:    

Similar News