IPL 2022: 'El Clásico' માટે ફેન્સ તૈયાર, ચેન્નાઈ-મુંબઈમાંથી કોની થશે જીત?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં 21 એપ્રિલનો દિવસ ખાસ છે કારણ કે આજે લીગના ઈતિહાસની બે સૌથી મોટી ટીમો સામસામે ટકરાશે.

Update: 2022-04-21 12:45 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં 21 એપ્રિલનો દિવસ ખાસ છે કારણ કે આજે લીગના ઈતિહાસની બે સૌથી મોટી ટીમો સામસામે ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં એકબીજા સામે રમશે. બંને ટીમોએ સૌથી વધુ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે પરંતુ આ ટૂર્નામેન્ટમાં જીત માટે ઉત્સુક છે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે જેમાં તે એક પણ જીતી શકી નથી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 6 મેચમાંથી એક મેચ જીતી છે. મુંબઈ-ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના બે સ્થાન પર છે. આવી સ્થિતિમાં આ મેચ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં જીતવાથી ટીમનું મનોબળ વધશે અને સાથે જ આગળ વધવાની આશા પણ જીવંત રહેશે.

'El Clásico' શબ્દનો ઉપયોગ ફૂટબોલની બે સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્લબ વચ્ચેની મેચ માટે થાય છે. જ્યારે પણ બાર્સેલોના અને રીઅલ મેડ્રિડની ટીમો મળે છે ત્યારે તેને 'El Clásico' કહેવામાં આવે છે. આઈપીએલમાં પણ આવું જ થાય છે જ્યાં મુંબઈ-ચેન્નઈ જેવી મજબૂત ટીમો સામસામે આવે છે ત્યારે તેને આઈપીએલનો 'El Clásico' કહેવામાં આવે છે. બંને ટીમોએ શરૂઆતથી લઈને અત્યાર સુધી આઈપીએલ પર રાજ કર્યું છે તેથી ચાહકોને આ યુદ્ધ જોવાની મજા આવે છે.

Tags:    

Similar News