IPL 2022 : અમ્પાયરે નો-બોલ ન આપતા પંત થયો ગરમ, બેટ્સમેનોને પાછા બોલાવ્યા

રાજસ્થાન રોયલ્સએ શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC) ને 15 રનથી હરાવ્યું.

Update: 2022-04-23 06:04 GMT

રાજસ્થાન રોયલ્સએ શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC) ને 15 રનથી હરાવ્યું. જો કે આ મેચ રાજસ્થાનની જીત કરતાં વધુ હાઈ વોલ્ટેજ ડ્રામા માટે ચર્ચામાં છે. આ આખું ડ્રામા છેલ્લી ઓવરમાં નો-બોલ ન આપવાને લઈને થયું હતું. છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સે જીતવા માટે 6 બોલમાં 36 રન બનાવવાના હતા. રોવમેન પોવેલે પ્રથમ ત્રણ બોલમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને દિલ્હીની આશા જગાવી હતી. ખાસ વાત એ હતી કે બોલર ઓબેદ મેકકોયનો ત્રીજો બોલ ફુલ ટોસ હતો જેને દિલ્હી કેપિટલ્સની ટીમે નો-બોલ આપવાની માંગ કરી હતી. જોકે મેદાન પરના અમ્પાયરે નો-બોલ આપ્યો ન હતો.

દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ વારંવાર નો-બોલ માટે થર્ડ અમ્પાયર પાસે તપાસ કરાવવાની માંગ કરી રહ્યા હતા પરંતુ નિયમો મુજબ મેદાન પરના અમ્પાયર નિર્ણય બદલી શકતા ન હતા. આ પછી કેપ્ટન રિષભ પંતે બંને બેટ્સમેન રોવમેન પોવેલ અને કુલદીપ યાદવને મેદાનની બહાર બોલાવવાનો સંકેત આપ્યો. દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ શેન વોટસને પણ પંત પાસે જઈને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પંતને જોસ બટલરે ઘણું સમજાવ્યું હતું ત્યારબાદ તે સંમત થયો હતો.

Tags:    

Similar News