IPL2022: KKRનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર

પ્લેઓફમાં પહોંચવાની કેકેઆરની આશા ખુબ ઓછી છે, અને આવામાં ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે

Update: 2022-05-13 11:23 GMT

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ટીમો વચ્ચે પ્લેઓફમાં પહોંચવાનો જંગ ચાલુ જ છે, આ બધાની વચ્ચે કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ માટે એક ખરાબ સામાચાર સામે આવ્યા છે. ટીમનો ફાસ્ટ બૉલર પેટ કમિન્સ કૂલ્હાની ઇજાના કારણે આઇપીએલ 2022માંથી બહાર થઇ ગયો છે, તે હવે બાકી બચેલી મેચો નહીં રમી શકે. પેટ કમિન્સના બહાર થવાના કારણે હવે શ્રેયસ અય્યરની કેકેઆરની સ્થિતિ વધુ નાજુક થઇ ગઇ છે.

કેકેઆરે આ સિઝનમાં અત્યાર સુધી 12 મેચો રમી છે, જેમાં 7 મેચોમાં હારીને પૉઇન્ટ ટેબલમાં 7માં નંબર પર યથાવત છે. પ્લેઓફમાં પહોંચવાની કેકેઆરની આશા ખુબ ઓછી છે, અને આવામાં ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે. આઇપીએલ છોડીને સિડની પરત ફરી ચૂકેલા પેટ કમિન્સને આઇપીએલ દરમિયાન નિગલ ઇન્જરી પણ થઇ હતી. ઓસ્ટ્રેલિયાને આગામી મહિને શ્રીલંકાનો પણ પ્રવાસ કરવાનો છે, આવામાં કમિન્સ ઘરે રિહેબ કરશે. ઓસ્ટ્રેલિયાને શ્રીલંકા પ્રવાસ પર 3 ટી20, 5 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. પેટ કમિન્સ કેકેઆર માટે આ સિઝનમાં પાંચ મેચોમાં સાત વિકેટો ઝડપી ચૂક્યો હતો. સાથે તેને 14 બૉલ પર યાદગાર મેચ વિનિંગ ફિફ્ટી પણ ઠોકી હતી.

Tags:    

Similar News