જમ્મુ કાશ્મીર : કુલગામમાં આજે સુરક્ષાદળોને મોટી મળી સફળતા, એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે અલગ અલગ સ્થળો પર એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા.

Update: 2021-11-17 14:56 GMT

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે અલગ અલગ સ્થળો પર એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં એકની ઓળખ આતંકી સંગઠન ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટના કમાન્ડર અફાક સિકંદરના રૂપમાં થઇ છે. કાશ્મીર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે કુલગામના પુમ્બાઇ અને ગોપાલપોરા ગામમાં થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર માર્યા છે. બંન્ને સ્થળો પર અથડામણ હજી ચાલું છે.

આ અગાઉ 15 નવેમ્બરના રોજ સુરક્ષાદળોએ શ્રીનગરના હૈદરપોરામાં બે આતંકીઓને માર્યા હતા. પોલીસ અધિકારીઓના મતે આ વર્ષે અત્યાર સુધીમાં 135થી વધુ આતંકીઓને ઠાર માર્યા છે. ઘાટીમાં 38 વિદેશી સહિત 150-200 આતંકી હજુ સક્રીય છે.

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકીઓ વિરુદ્ધ મોટા સ્તર પર અભિયાન ચલાવી રહ્યા છે. આજે જ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં લશ્કર-એ તૌયબાના બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી આઇઇડી પણ જપ્ત કર્યા હતા

Tags:    

Similar News