વર્લ્ડ કપ રમનાર આ બોલરનું નસીબ ખરાબ, નેટ બોલર બન્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝન 26 માર્ચથી શરૂ થવાની છે. તેની ફાઈનલ 29 મેના રોજ રમાશે.

Update: 2022-03-20 05:28 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝન 26 માર્ચથી શરૂ થવાની છે. તેની ફાઈનલ 29 મેના રોજ રમાશે. આ વખતે IPLમાંથી ઘણા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રથમ મેગા ઓક્શનમાં સુરેશ રૈના અને સ્ટીવ સ્મિથ જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓને ખરીદનાર મળ્યો ન હતો. હવે એક ચોંકાવનારા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે ફાસ્ટ બોલર મોહિત શર્માનું નસીબ સાથ નથી આપી રહ્યું. 2015નો વર્લ્ડ કપ રમી ચૂકેલ આ બોલર હવે IPLમાં નેટ બોલર તરીકે કામ કરતો જોવા મળશે.

આ વખતે IPLમાં બે નવી ટીમ લખનૌ અને ગુજરાત જોડાઈ રહી છે. તેમાંથી ગુજરાત ટાઇટન્સે મોહિત શર્માને પોતાની ટીમ માટે નેટ બોલર તરીકે રાખ્યો છે. મોહિતે આ વખતે આઈપીએલ મેગા ઓક્શનમાં પણ ભાગ લીધો હતો. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. મોહિતને કોઈએ ખરીદ્યો ન હતો. આવી સ્થિતિમાં હવે ગુજરાતની ટીમે તેને નેટ બોલર તરીકે સાઈન કર્યો છે.

મોહિત શર્મા આઈપીએલનો સ્ટાર ખેલાડી રહી ચૂક્યો છે. 2014ની સીઝનમાં તેણે પર્પલ કેપ જીતી હતી. તે સિઝનમાં મોહિતે 23 વિકેટ પોતાના નામે કરી હતી. ત્યારબાદ તે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. મોહિત ચેન્નાઈ ઉપરાંત પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ ક્રિકેટ રમી ચૂક્યો છે.

Tags:    

Similar News