વડોદરા : રાષ્ટ્રીય કક્ષાની બેડમિન્ટ સ્પર્ધામાં બ્રિન્દા શિંદેએ મેળવ્યો ત્રીજો નંબર

વડોદરાની બ્રિન્દા શિંદેએ ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપના અંડર ૧૭ સબ જુનીયર ગ્રુપ ડબલમાં તૃતીય સ્થાને રહી છે.

Update: 2022-01-20 08:20 GMT

વડોદરા શહેરના ખેલાડીઓ એક પછી એક વિવિધ સ્પર્ધાઓમાં તેમનું કૌવત બતાવી રહયાં છે. આ યાદીમાં હવે બેડમિન્ટની ખેલાડી બ્રિન્દા શિંદેનો ઉમેરો થયો છે. વડોદરાની બ્રિન્દા શિંદેએ ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપના અંડર ૧૭ સબ જુનીયર ગ્રુપ ડબલમાં તૃતીય સ્થાને રહી છે. બાલ્યાવસ્થાથી અભ્યાસની સાથે સાથે જ બેડમિન્ટનની રમતમાં તેને રૂચિ હતી. તેના ઉત્સાહને જોઇને પરિવારે તેને રમત ગમતમાં આગળ ધપવા માટે જણાવ્યું.

તેને કોચિંગ માટે સમા ખાતેના સ્પોટર્સ કોમ્પલેકસમાં મુકવામાં આવી. વડોદરામાંથી તાલીમ મેળવી તે એક પછી એક સ્પર્ધાઓમાં તેનું પ્રદર્શન બતાવતી રહી છે. હાલમાં તે હૈદરાબાદની ગોપીચંદ એકેડમી ખાતે યોગ્ય તાલીમ લઇ રહી છે. તાજેતરમાં હરિયાણાના પંચકુલા ખાતે ઓલ ઇન્ડીયા નેશનલ બેડમિન્ટન ચેમ્પીયનશીપ યોજાઈ હતી. જેમાં અંડર-,૧૭ ડબલ ઇવેન્ટમાં સેમી ફાઇનલ સુધી પહોચવાની સિદ્ધિ તેણે મેળવી છે.

ગુજરાત સરકાર તરફથી પણ ઉભરતાં ખેલાડીઓની તાલીમ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આગામી દિવસમાં બ્રિન્દા સફળતાના વધુમાં વધુ સોપાનો સર કરે તેવી તેની માતાની ઇચ્છા છે. કોઇ પણ ખેલાડીની સફળતા પાછળ તેનો અથાગ પરિક્ષમ અને કોચનું માર્ગદર્શન હોય છે. બ્રિન્દાને તાલીમ આપનારા વાઘોડીયા સ્પોટર્સ કોમ્પલેકસના કોચ જયેશ ભાલાવાલાએ પણ બ્રિન્દાને અભિનંદન આપ્યાં છે.

Tags:    

Similar News