સુરતઃ BRTS બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટી પડતાં 10 દબાયા, બાળકીનું મોત

Update: 2018-08-23 09:28 GMT

ભટાર કેનાલ રોડ પર નિર્માણાધીન બીઆરટીએસના બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટી પડ્યો

સુરતનાં ભટાર કેનાલ રોડ પર હાલમાં બીઆરટીએસના બસ સ્ટેન્ડનું કામ ચાલી રહ્યું હતું. જેનો સ્લેબ તૂટી પડતાં 10થી વધુ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં 108 અને ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા.

ફાયર બ્રિગેડે 6 જેટલા મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખેસડ્યા હતા. જ્યારે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક બાળકીનો મૃતદેહ મળી આવતાં બહાર કઢાયો હતો.

Tags:    

Similar News