સુરત : લાંબા વિરામ બાદ સુરતમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા પાણી

Update: 2020-08-07 04:59 GMT

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજરોજ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વહેલી સવારે મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતા. જોકે લાંબા વિરામબાદ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.

સુરત જિલ્લાના વરસાદી આંકડા (મી.મી)માં

બારડોલી-64એમએમ,ઓલપાડ-05એ.એમ,ઉમરપાડા-77એમ.એમ,માંગરોળ-38એમએમ,ચોર્યાસી-61એમ.એમ,કામરેજ-11એમ.એમ,માંડવી-53એમ.એમ,મહુવા-72એમ.એમ,પલસાણા-39એમ.એમ વરસાદ વરસ્યો હતો.

Tags:    

Similar News