સુરત : વડોદરામાં થયેલ ગોઝારા અકસ્માતનો મામલો, ભાજપ પ્રદેશ પ્રમુખે મૃતકના પરિજનોને આપી સાંત્વના

Update: 2020-11-18 13:24 GMT

સુરતથી પાવાગઢ દર્શન કરવા જઈ રહેલા પરિવારને અકસ્માત નડતા 11 લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે સુરત ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મૃતક પરિવારજનો તેમજ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી.

વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર એક આઈસર ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. આ આઇસરમાં સવાર સુરતના આહીર સમાજના 11 લોકોનું મોત નીપજ્યું હતું. જેમાં આહિર સમાજના 27 જેટલા લોકો સુરતથી ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. પ્રવાસ દરમ્યાન વડોદરા નેશનલ હાઈવે પર વાઘોડિયા નજીક ઉભેલા ટ્રેલરમાં આઈસર ટેમ્પો ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, ત્યારે સમગ્ર ઘટનામાં આહિર સમાજના 11 લોકોનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઇ સુરત ખાતે મૃતકોના પરિવારજનો તેમજ સમાજના આગેવાનોની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ મુલાકાત કરી સાંત્વના આપી હતી.

Tags:    

Similar News