સુરત : સાયણ ગામે ચપ્પુની અણીએ લૂંટારુઓએ ચલાવી લૂંટ, CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ

Update: 2021-02-11 16:41 GMT

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલ એચ.પી. ગેસ કંપનીના ગોડાઉનમાં લૂંટારુઓએ ચપ્પુની અણીએ ડીલર પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી હતી.

મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાના સાયણ ગામે પ્રભાત હાર્ડવેર નામે એચ.પી. ગેસ કંપનીના ભરત ગાંધી અને તેમનો ભત્રીજો કેયુર ગાંધી બન્ને ગ્રામ પંચાયત ભવનની બાજુમાં આવેલ એજન્સીમાં પોતાના કાકાને કામગીરીમાં મદદ કરવા માટે આવ્યા હતા. સાયણ તથા આજુબાજુના ગામોમાં ગેસ સિલીન્ડરની ગ્રાહકોને ડિલિવરી આપીને બપોરના સમયે શેખપુર રોડ પર આવેલ ગોડાઉન પર પહોંચી સીલીન્ડરમાં થયેલી રોકડ રકમનો હિસાબ કરતાં હતા, ત્યારે ગોડાઉનની પાછળના ખેતરમાંથી 3 બુકાનીધારી લૂંટારુઓ ગોડાઉનમાં ત્રાટકી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં એક લૂંટારુએ કેયુરના હાથ પર ચપ્પુ મૂકી બાનમાં લીધો હતો, ત્યારે કેયુરે બચવાની કોસીસ કરવા જતા અન્ય લૂંટારુએ પોતાની પાસે રાખેલ લાકડાનો ફટકો તેને માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. લૂંટારુઓએ રોકડ રકમ 40 હજાર રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જ્યારે કેયુર ગાંધીને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સાયણ પોલીસે ઘટના સ્થળે પહોચી ગોડાઉન બહાર લાગેલ સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News