સુરત : લિંબાયતના શાંતિકુંજ ગાર્ડનમાં શ્રમિકે કર્યો આપઘાત, જુઓ સુસાઈડ નોટમાં કોને ઠેરાવ્યા જવાબદાર..!

Update: 2020-10-15 08:27 GMT

સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજથી સુરત મહાનગરપાલિકાના તમામ બાગ-બગીચાઓ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે લિંબાયત વિસ્તારમાં સંજયનગર નજીક આવેલ મહાનગરપાલિકાના શાંતિકુંજ ગાર્ડનમાં એક વ્યક્તિએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

સુરતના લિંબાયત વિસ્તારમાં સંજયનગર નજીક આવેલ મહાનગરપાલિકાના શાંતિકુંજ ગાર્ડનમાં લટકતી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં તપાસ કરતા મૃતકનું નામ જ્ઞાનેશ્વર પાટીલ ટેમ્પો પર મજૂરી કામ કરતો હતો. એક મહિના અગાઉ પત્નીને ઠપકો આપતા બન્ને સાળા ઘરમાં ઘૂસી જ્ઞાનેશ્વર પાટીલને માર માર્યો હતો. ત્યારબાદ પત્નીએ પણ જ્ઞાનેશ્વર પાટીલને ઘરમાંથી કાઢી મુક્યો હતો. 

જોકે 2 દિવસ પહેલા જ્ઞાનેશ્વર પાટીલે ઘરમાં પ્રવેશ કરવાની કોશિષ કરતા પત્નીએ સાળાઓની ધમકી આપી હતી. જેથી ડરના માર્યા જ્ઞાનેશ્વર પાટીલ રખડતું જીવન જીવતો હતો. પોલીસને મૃતક પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, મારા મોતનું કારણ મારા સાળા, મારી પત્ની અને તેની મોટી બહેન છે. જોકે હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News